ભારત સરકાર દ્વારા ‘ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ના વિઝન હેઠળ ૧૨ થી ૨૬ જુનને ‘નશામુક્ત ભારત પખવાડીયા’ તરીકે જાહેર કરાયું હોઇ જેને લઈ રાજકોટ શહેર એસ.ઓ.જી. દ્વારા ૨૬ જુન “International Day against Drug Abuse and illicit Trafficking” નિમિતે આજરોજ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવએ ર૬ જુન “International Day against Drug Abuse and illicit Trafficking” ના અભિયાનને સફળ બનાવવા અને રાજકોટ શહેરમાંથી નાર્કોટીકસની બદી સંપુર્ણ નેસ્ત નાબુદ કરાવવા માટે અને રાજકોટ શહેરના યુવાધનમાં ડ્રગ્સના દુષણ ન પ્રવેશે તેની જાગૃતતા કેળવવા અન્વયે નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ અને સ્પેશ્યલ બ્રાન્ચનાં ડો.પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ રાજકોટની આર.કે. યુનિવર્સીટી ખાતે આજ રોજ જાગૃતિ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર ઍસ.ઓ.જી. દ્વારા કરવામાં આવેલ આયોજનમાં આશરે ૪૦૦ – જેટલા વિદ્યાર્થીઓને ડ્રગ્સ ના સેવનના કારણે થતુ આર્થીક, સામાજીક, શારીરિક તેમજ દેશને થતા નુકશાન અંગે જાગૃતી આપવામા આવેલ હતી. જેમાં નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ રાજકોટ શહેરના ડો. પાર્થરાજસિંહ ગોહીલ, આર.કે. યુનિવર્સીટીના એડવાઈઝર અને ટ્રસ્ટી શિવલાલભાઈ રામાણી, આર.કે. યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો. શ્રી અમીત લાઠીંગરા,આર.કે. યુનિવર્સીટીના એક્ઝક્યુટીવ પ્રેસીડેન્ટ ડેનીશ પટેલ, રાજકોટની મહીલા કોલેજના પ્રૉફ્રેસર ડો. મીનુભાઇ જસદણવાલા, રાજકોટ એસ.ઓ.જી. પીઆઇ જે.ડી.ઝાલા, રાજકોટ શહેર એસ.ઓ.જી.નાં એ.એસ.આઇ. ડી.બી.ખેર, એન્કર દર્પનાબેન એચ.પંડીત તથા લક્કી ફાઉન્ડેશનનાં સામાજીક કાર્યકર મીનલબા ગોહીલ સહિતના મહાનુભાવોએ સેમીનરામાં હાજરી આપી વિદ્યાર્થીઓનુ માર્ગદર્શન કરી સેમીનારને સફળ બનાવ્યો હતો.