8 માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ટંકારા ખાતે મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે બ્રહ્માકુમારીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણમાં મહિલાઓનું યોગદાન કાર્યક્રમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે…
વર્તમાન સમયમાં મહિલાઓએ શિક્ષા રાજનીતિ, ખેલ, મીડિયા, ધાર્મિક, આધ્યાત્મિક હોય કે અંતરીક્ષ તમામ ક્ષેત્રે મહિલાઓએ અલગ જ સ્થાન મેળવ્યું છે. પરંતુ આધુનિકતા અને પુરુષોની સાથે બરોબરીએ પહોંચવાની દોડમાં નારી પોતાના મુખ્ય ગુણ, પોતાના અસ્તિત્વની ઓળખ અને આંતરિક શક્તિઓને ભૂલતી જાય છે. જેના કારણે સંસ્કૃતિથી દૂર થતી જાય છે. તેથી મહિલાઓમાં આધ્યાત્મિકતા જાગૃતિ લાવવાના લક્ષ્યથી બ્રહ્માકુમારીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા મૂલ્યનિષ્ઠ સમાજના નિર્માણમાં મહિલાઓનું યોગદાન કાર્યક્રમ યોજવામાં આવશે. જે કાર્યક્રમ તા. 8 માર્ચના રોજ સાંજે 04 વાગ્યાથી ટંકારાના મોરબી હાઇવે પર આવેલ લગધીરગઢ ગામ પટેલ સમાજની વાડી ખાતે યોજવામાં આવશે. જેમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાત ઝોનના ડાયરેક્ટર ભારતીદીદી ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે…