હળવદ એ સમગ્ર સૌરાષ્ટ્રમાં છોટા કાશી તરીકે તરીકે ઓળખાય છે મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રીના પાવન દિવસે આ હળવદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. હળવદની આ પવિત્ર ભૂમિ પર ઘણા બધા શિવાલયો આવેલા છે તેમાનું એક પવિત્ર શિવાલય એટલે કે વૈજનાથ મહાદેવ મંદિર કે જેના પ્રાંગણમાં હળવદમાં આવેલી શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શિવની વિશાળ રંગોળી ( પ્રતિકૃતિ ) બનાવાઈ હતી. જેમાં વિવેકાનંદ સાયન્સ એકેડેમીના 15 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા 5 કલાકની ભારે મહેનત બાદ વૈજનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં મહાદેવની રંગોળી બનાવી સમગ્ર હળવદવાસીઓ માટે ખુલ્લી મુકાઈ હતી. શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડેમીના MD એવા શ્રી ફેફર સાહેબ અને CD ( કેમ્પસ ડાઇરેક્ટર ) શ્રી પઢીયાર સાહેબ કે જે મહાદેવના અનન્ય ભક્ત હોઈ તેમણે આ પાવન પવિત્ર દિવસે પોતાની શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને મહાદેવ આશીર્વાદ મેળવી ધન્યતા મેળવી હતી.