આજે ૨૩ માર્ચ ને શહીદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે અને આજના દિવસે ભગતસિંહ ,સુખદેવ અને રાજગુરુ એ સ્વતંત્ર ભારતના સ્વપ્ન સાથે મોત વ્હાલું કર્યું હતું.
ત્યારે આજે શહીદ દિવસ નિમિતે સેવા એજ સંપતિ ના ફાઉન્ડર અજય લોરિયા અને તેની ટીમ દ્વારા મોરબીમાં આવેલ મહાન શહીદોની પ્રતિમાઓ ની સફાઈ કરવામાં આવી હતી.જેમાં મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે અમર શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્રબોઝ, ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સફાઈ કરી દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.