મોરબી ખાતે શહીદ દિવસ નિમિત્તે દેશ માટે બલિદાન આપનાર શહીદ જવાન ગણેશ પરમારના પરિવારને સન્માનિત કરી સહાય અર્પણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, કમલમ મોરબી ખાતે યોજાયેલા ચેક અર્પણ કાર્યક્રમમાં અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદના પરિવારને રૂપિયા 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાય જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તથા મહામંત્રી ચતુરભાઈ મકવાણા ના હસ્તે આપવામાં આવી હતી. આ પ્રસંગે કમલમ ખાતે દેશભક્તિથી ઓતપ્રોત લાઈવ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લોકોએ શહીદના બલિદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં દેશપ્રેમ અને શહીદોના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો.









