મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ મોરબી દ્વારા સવંત ૨૦૮૧ મહાસુદ ૧૩ ને તા. ૧૦/૦૨/૨૦૨૫ ને સોમવારના રોજ શ્રી માં મોઢેશ્વરી પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે. જે યજ્ઞ કાર્યમાં યજમાન તરીકે બેસવા ઈચ્છુક જ્ઞાતિજનોએ તા. ૦૫/૦૨/૨૦૨૫ સુધીમાં જ્ઞાતિ કાર્યલય સમય દરમિયાન નોંધ કરાવી દેવા જણાવવામા આવ્યું છે.
મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ મોરબી દ્વારા સવંત ૨૦૮૧ મહાસુદ ૧૩ ને તા. ૧૦/૦૨/૨૦૨૫ ને સોમવારના રોજ શ્રી માં મોઢેશ્વરી પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા સમૂહ જ્ઞાતિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ નારાયણના દર્શન કરવા તેમજ જ્ઞાતિ મહાપ્રસાદ માં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં યજ્ઞના આચાર્ય પદે પ્રખર વિધાન શાસ્ત્રીજી આશિષભાઈ મહેતા નિઃશુલ્ક સેવા આપશે. જેમાં તા. ૧૦/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૦૭:૪૫ વાગ્યે શ્રી મોઢેશ્વરી માતાજીનું પૂજન, ૧૨:૦૦ વાગ્યે બીડું હોમવાનો સમય તેમજ સવારે ૧૧:૩૦ વાગ્યાથી મોરબીના ૧૦/૧૧ સાવસર પ્લોટ જ્ઞાતિની વાડી ખાતે સમૂહ જ્ઞાતિ ભોજન યોજવામાં આવશે. ત્યારે યજ્ઞ કાર્યમાં યજમાન તરીકે બેસવા ઈચ્છુક જ્ઞાતિજનોએ રૂ. ૫૧૦૦ ભરી તા. ૦૫/૦૨/૨૦૨૫ સુધીમાં જ્ઞાતિ કાર્યલય સમય દરમિયાન નોંધ કરાવી દેવા જણાવ્યું છે.