આર્યવિર દળ ટંકારા દ્વારા “ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુર્પ એમાં 8 અને બી માં 8 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દેશભક્તિના ગીતો રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા…
મળતી માહિતી અનુસાર, ટંકારા મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટના પટ્ટાનગણમા દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભક્તિ ગીત સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 16 બાળકોએ બે ગ્રુપમાં ગીત રજુ કર્યા હતા. ગ્રુપ એ અને બી ના સ્પર્ધકોએ સુરીલા શુરથી ભારત માતાના સંતાનો અમર શહિદોને યાદ કર્યા હતા. જોમ અને જુસ્સા સાથે સારા નાગરીક બને તેમજ ટંકારાના પનોતાપુત્ર વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારકની જન્મ ભૂમિ પર બીજા દયાનંદ સરસ્વતી બને તે માટે દેશ ભક્તિના સુર રેલાવ્યા હતા. આ તકે મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટના આચાર્ય રામદેવજી, આર્યસમાજ ત્રણ હાટડીના ગણમાન્ય સદસ્ય ગુજરાત ચલચિત્રના પ્લેબેક સિંગર હેમંત જોષી, ટંકારાના રાજકીય અગ્રણીઓ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં દેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જે સ્પર્ધામાં એ ટીમમાથી પહેલા નંબર પર નાની વયના દેત્રોજા પર્વ, બીજા નંબરે ફેફર ક્રુપા અને ત્રિજા ક્રમે યોગેશ આર્ય આવ્યા હતા. તો ગ્રુપ બી મા પ્રથમ નંબરે કડિવાર ધ્રુવી, બીજા ક્રમે નેન્સી વકાતર અને ત્રીજા ક્રમે વ્રજેશ સૌલંકી આવ્યા હતા. દરેક વિજેતા સિંગરને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જે સમગ્ર આયોજન આર્ય સમાજ ત્રણ હાટડીની યુવા ટીમ આર્ય વિરોના જુવાનિયા દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમને સફળ બનાવવા આર્ય વિરાંગના સમાજના ગણમાન્ય સદસ્ય દ્વારા યુવા ટીમની સંચાલક કાર્યની ખુબ પ્રસંશા કરી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં…