બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે. ત્યારે ઋષિ પંચમી નિમિતે રામધન આશ્રમ ખાતે ફક્ત બહેનો માટે જ સ્નાન, ચા અને સરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો દરેક બહેનોએ લાભ લેવા રામધન આશ્રમ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ 8 વર્ષથી ઉપરનાં છોકરાઓને સ્નાન કરવા ન લાવવા રામધન આશ્રમ દ્વારા જણાવવામાં આવ્યું છે.