મોરબીના ભારતીય સેનાના જવાન ગણેશભાઈ પરમાર ફરજ દરમિયાન શહીદ થયા હતા. આથી આ શહીદ જવાનની અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇને તેમની વીરગતિને નત મસ્તક વંદન કર્યા હતા, ત્યારે આજ રોજ સ્વ. પુરીબેન લાખાભાઈ જારીયાની 11 મી માસિક પુણ્યતિથિએ મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ મગનભાઈ જારીયા તરફથી રૂ.1,00,000 શહીદ પરિવારને રોકડા અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ શહિદ ગણેશભાઈના પિતા મનસુખભાઈ પરમારને રૂબરૂ મોરબી શહેર ભાજપના મહામંત્રી ભુપતભાઈ જારીયાએ પુષ્પાંજલિ અર્પી આર્થિક સહકાર તેમજ સાંત્વના આપી હતી.









