Friday, September 20, 2024
HomeGujaratમોરબી મચ્છુ જળ હોનારતની ૪૩મી વરસી નિમિત્તે દિવંગતોને નગરપાલિકા દ્વારા મૌનરેલી કાઢી...

મોરબી મચ્છુ જળ હોનારતની ૪૩મી વરસી નિમિત્તે દિવંગતોને નગરપાલિકા દ્વારા મૌનરેલી કાઢી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

આ ઘટના જ્યારે બની હતી ત્યારે બપોરના ૩:૧૫ વાગ્યાનો સમય અને આવી ઘટના વખતે ૨૧ સાયરન વગાડવાના હોય છે પરંતુ તે સમયે તે શક્ય ન બનતા દર વરસે ૧૧ ઓગસ્ટના રોજ આ જ સમયે ૨૧ સાયરન વગાડવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

મોરબી : આજથી 43 વર્ષ પહેલાં મોરબી તબાહ થઈ ગયું હતું ચારેકોર વિનાશ સાથે મોરબી સ્મશાનભુમી બની ગયું હતું. મચ્છુના પૂરે મોરબીમાં એવો વિનાશ વેર્યો કે, મોરબી આખું સાફ થઈ ગયું હતું. મચ્છુ ડેમ તૂટતાની સાથે મચ્છુના રાક્ષસી કદના મોજા મોરબી ઉપર ત્રાટકતા હજારો લોકોને બચવાની પણ તક મળી ન હતી.મચ્છુના પૂરે એટલી હદે તબાહી મચાવી કે ચારેકોર જ્યાં જુઓ તો લોકો અને પશુઓના મૃતદેહ જ જોવા મળતા આખું શહેર સ્મશાન બની ગયું હતું. કાલે મચ્છુ હોનારતને 43 વર્ષ પુરા થશે ત્યારે અસરગ્રસ્તો સહિત સમગ્ર શહેર મચ્છુ હોનારતના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપશે. હજારો લોકો અને પશુઓ સહિતમાં મોરબીમાં સર્વનાશ કરનાર પ્રલયકારી ઘટનાની યાદ તાજી થતા અસરગ્રસ્તોની આંખમાંથી લાચારીના પુર વહ્યા હતા.

11 ઓગસ્ટ 1979ના રોજ મોરબી નજીકનો મચ્છુ-૨ ડેમ તૂટતાની સાથે જ મોરબી હતું ન હતું થઈ ગયું હતું. મચ્છુના પુર આખા શહેરમાં ફરી વળતા અને પુલ પણ તૂટી જતા હજારો લોકો અને પશુઓ મોતને ભેટ્યા હતા. જો કે જળ હોનારતમાં મૃત્યુનો સાચો આંકડો આજે પણ બહાર આવ્યો નથી અને મચ્છુના પુરથી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જળ તાંડવઃ થતા હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં મોતની આગોશમાં હમેશ માટે સુઈ ગયા હતા. ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી. મોરબીની બેઠું કરવા સરકાર અને દેશ વિદેશમાંથી સહાય-મદદ મળી હતી અને થોડા વર્ષોમાં જ મોરબી બેઠું થઈ ગયું છે. આજે મોરબી વિકાસની ઉંચાઈ ઉપર છે પણ હોનારતની વરસીએ મોરબીવાસીઓ મૃતાત્માને શ્રદ્ધાજલી આપવાનું ચૂકતા નથી.

આથી મચ્છુ જળ હોનારતની આજે ૪૩મી વરસીએ મોરબી નગરપાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃતાત્માઓના સ્મૃતિ સ્થંભ મણિ મંદિર ખાતે કલાકે પહોંચશે અને ત્યાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં મોરબી માળીયા ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરઝા ,રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ કાંતિલાલ અમૃતિયા અને મોરબી નગરપાલિકાના અધિકારીઓ, પધાધિકારીઓ, કર્મચારીઓએ રાજકારણીઓ, શિક્ષણ, ઉધોગ સહિતના તમામ ક્ષેત્રેના લોકો પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

જો કે આ ઘટના બપોરે ૩:૧૫ વાગ્યે બની હતી અને તે સમયે 21 સાયરન વગાડવાના હોવાથી સાયરન વાગતા જ દરેક લોકો જે સ્થળે હતા ત્યાં ઉભા રહીને શ્રદ્ધાંજલી આપી હતી .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!