Thursday, March 6, 2025
HomeGujaratઆવતીકાલે જાગૃત સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે નિમિતે શુભેચ્છકો દ્વારા કચ્છ ભરમાં...

આવતીકાલે જાગૃત સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે નિમિતે શુભેચ્છકો દ્વારા કચ્છ ભરમાં સેવા કાર્યોનું આયોજન

કચ્છના યુવા જાગૃત ઉર્જાવાન સાંસદ વિનોદભાઇ ચાવડા ૪૬ વર્ષ પુર્ણ કરી ૪૭ વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં કચ્છભરમાં તેમના જન્મ દિનની ઉજવણી સેવા એ જ સંગઠનના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, અને તેમના દ્વારા સંચાલીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ, લોકસભા પરિવાર, જીલ્લા ભાજપા દ્વારા વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

રાજય અને રાષ્ટ્ર તેમજ દુખીઓની ઉન્નતિ માટે કર્તવ્ય સાથે જીવન ઉજાગર કરવાની ભાવના, સુસ્વાસ્થ્ય અને ચીર દીર્ઘાયુ માટે શુભકામનાઓ સાથે કચ્છ મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોક સભા પરિવાર, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગોને સાધન સહાય, અતિ કૂપોષીતોને સુપોષિત કીટ વિતરણ, ગાયોને નીરણ, હોસ્પિટલોમાં ફુટ વિતરણ, બાળકોને શિક્ષણ કીટો, રાશન કીટ વિતરણ, વિકલાંગ શાળામાં ૧૫૦ થી વધુ દીકરીઓ દ્વારા કેક કટીંગ વિવિધ છાત્રાલયોમાં ભોજન, સેવા અને સમર્પણ – લોકાર્પણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંસદના સ્વાસ્થ્ય, ચીર દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવવામાં આવશે. કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજના સૌજન્યથી વિનોદ ચાવડાના જન્મદિને સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩ ની શરૂઆત સાથે ૫૦૦થી વધારે ટીમો વચ્ચે ૩ માસથી વધુ સમય ઓપન કચ્છ ડે – નાઈટ ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવશે. તેમજ કચ્છના દરેક તાલુકાઓમાં જન્મદિવસે વિવિધ સેવા કાર્યો કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!