Sunday, December 29, 2024
HomeGujaratસ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે માળીયા મી.ના મોટીબરાર ગામે રક્તદાન કેમ્પને પૂર્વ મંત્રીએ...

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે માળીયા મી.ના મોટીબરાર ગામે રક્તદાન કેમ્પને પૂર્વ મંત્રીએ ખુલ્લો મૂક્યો

સૌરાષ્ટ્રના લડાયક અને કદાવર ખેડૂત નેતા, ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા જેમને જીવન આમ જનતા, ખેડૂતો અને ગરીબ લોકોની સેવા કાજે સમર્પિત કર્યું હતું જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમને લોકસેવાના કાર્યો કર્યા હતા આવા મહાન વિરલ વ્યક્તિત્વ ગૌ.વા.વિઠલભાઈ રાદડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિએ આજે તારીખ 29-7-2024 ને સોમવારે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં અને ગુજરાતની સીમાઓ પાર અનેક સ્થાનો પર વિવિધ સંસ્થાઓ દ્વારા મહારકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિતના કાર્યકરોમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે માળીયાના મોટીબરાર ગામે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

રાજકોટ જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે માળિયા તાલુકાના મોટીબરાર ગામે તેમજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી સહકારી પરિવાર દ્વારા યોજાયેલ આ માનવતાના કાર્યને બિરદાવ્યું હતું.તેમજ રક્તદાતાઓ દ્વારા કરાયેલ રક્તદાન અન્વયે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં મગનભાઈ વડાવિયા, તાલુકા સંઘના પ્રમુખ બળવંતભાઈ, માળિયા તાલુકાના મોટી બરાર ગામે મોડેલ શાળામાં યોજાયેલ આ રક્તદાન કેમ્પ બ્રિજેશ મેરજાએ ખુલ્લો મુક્યો હતો, જેમાં માળિયા તાલુકાના મુખ્ય આગેવાનો જેવા કે બેંકના ડિરેક્ટર વિડજાભાઈ, તાલુકા સંઘનાપ્રમુખ શ્રી મનહરભાઈ, બાબુભાઈ, તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઈ લાવડીયા દિનેશ તથા બાબુભાઈ ડાંગર વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન પ્રવૃત્તિને દીપાવી હતી. પંચવટી ગામના યુવાન નિલેશભાઈ દ્વારા ૭૦થી વધુ વખત કરવામાં આવેલ રક્તદાન બદલ બ્રિજેશ મેરજા દ્વારા તેમનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!