Friday, January 23, 2026
HomeGujaratઆર્ય સમાજ ટંકારાના સ્થાપના ના સૌ વર્ષની ઉજવણી વેળાએ જાણો કે ડેમીકાઠે,...

આર્ય સમાજ ટંકારાના સ્થાપના ના સૌ વર્ષની ઉજવણી વેળાએ જાણો કે ડેમીકાઠે, ટિલાવાળા ટંકારામા મુળશંકરના માદરે વતન આવેલા મહાનુભાવો અને એની વાતો

ભારતનો ભડવીર ભિષ્મપિતા અને સત્ય સનાતન માટે સૌ પ્રથમ ક્રાંતિની જ્યોત જેણે પ્રગટાવી હતી એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીના માદરે વતન ટંકારા અનેક નામી અનામી હસ્તી આવી ધન્યતા અનુભવી છે. 

- Advertisement -
- Advertisement -

1975માં ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી ટંકારા આવ્યા હતા. તે ખૂબ જ વિચિત્ર અને રોમાંચક ઘટના હતી. ત્રણ વર્ષથી દુષ્કાળ કારણે શરૂ થયેલ રાહત કાર્ય જોવા વડાપ્રધાનને આવવું પડ્યું હતું. તેમનું હેલિપેડ (હેલિકોપ્ટર લેન્ડિંગ પ્લેસ) ટંકારા નજીક ડેમી નદી કિનારે બનાવવામાં આવ્યું હતું. ઘણી તૈયારી ચાલી રહી હતી. જેમાં ડેપ્યુટી કલેક્ટર હાજર રહ્યા હતા. ટંકારાના પ્રબુદ્ધ આર્ય જગતના લોકોએ આગળ આવીને વિનંતી કરી હતી કે જો વડાપ્રધાન ટંકારામાં પણ આવી શકે તો ઘણું સારું રહેશે. જેની સામે ટંકારાના લોકોના ઝઘડાળુ સ્વભાવથી એ સમયના ડેપ્યુટી કલેક્ટર ભલિભાતી પરીચિત હતા અને ટંકારા થી ખૂબ જ નાખુશ હતા. જેથી તેણે જવાબ આપ્યો કે હું આવું કંઈ ન કરી શકું. નિરાશ થઈને બધા બ્રહ્મચારી આશ્રમમાં પાછા ફર્યા. બપોરની આસપાસનો સમય હતો શ્રી પ્રકાશવીર શાસ્ત્રી, સાંસદ સભ્યનો ફોન મહાલય ગુરૂકુલ ખાતે આવ્યો, તેમણે કહ્યું કે વડાપ્રધાન ટંકારામાં દયાનંદ સરસ્વતી ની જન્મ ભુમી જોવા આવી રહ્યા છે. તૈયારી શરૂ કરો. આ કોલ બાદ જાણે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ અને પ્રશાસનના નાના-મોટા તમામ અધિકારીઓ મહાલયની પ્રદક્ષિણા કરવા લાગ્યા. ગુરૂકુલની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. સાંજ સુધીમાં લગભગ પાંચ હજાર સી.બી. આઈ સહિતના પોલીસના માણસો ઉમટી.

હેલીપેડથી ટંકારાની વચ્ચોવચ નાની ડેમી નદીને રાતોરાત કાપીને રોડ બનાવવામાં આવ્યો. ઈલેક્ટ્રીક પોલ લગાવી દેવામાં આવ્યા હતા અને એક જ રાતમાં કેવા પ્રયત્નો કરવામાં આવ્યા તેની કોઈને ખબર નથી. સાંજ સુધીમાં શ્રી પ્રકાશવીરજી શાસ્ત્રી પણ આવી ગયા. ટૂંકમાં, આશ્રમની ભવ્ય યજ્ઞશાળાને સલામત ગણીને ત્યાં યજ્ઞ બાદ વડાપ્રધાનના સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી હતી. વડાપ્રધાને યજ્ઞમાં ભાગ લીધો હતો. ટંકારાના રહીશો દ્વારા “અભિનંદન પત્ર” પણ આપવામાં આવ્યું. વડાપ્રધાને પહેલા અનુભૂતિ સ્થળ જોયું અને પછી જન્મ સ્થળ જોયું. હાલ જે જન્મ સ્થળ સમાજ પાસે છે એ ઈન્દીરા ગાંધી ના આગમન વખતે આર્ય સમાજ હસ્તક ન હતું ત્યા શ્રિમંત પરીવાર રહેતો હતો જન્મસ્થળ જોઈને ગાંધીએ કહ્યું કે ઋષિ દયાનંદ જેવા મહાપુરુષનું જન્મસ્થળ કોઈ એક શેઠની મિલકત ન હોઈ શકે. શ્રી પ્રકાશવીર શાસ્ત્રીજીએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ તે જગ્યા લેવાનો પ્રયત્ન કરશે. કારણ કે ત્યારે જન્મ સ્થળ ચકુભાઈ કાનજીભાઈ ભમ્મર હાલે લોટસ હોટલ રાજકોટ વાળાના ધનાઢ્ય શેઠ હતા એમણે દયાનંદ સરસ્વતીના બહેનોના વંશજ પાસેથી ખરીદી લીધુ હતું. ભારતના લોકપ્રિય અને રાણી લક્ષ્મિબાઈના પરીવારના મોતીલાલ નેહરુ પરીવારે સ્વામી દયાનંદ સરસ્વતી ને રૂબરૂ મુલાકાત કરી જે તે સમયે અનેક વિષયો પર પરામશ કર્યો હતો. જે ઈન્દીરા ગાંધી ભલીભાતી જાણતા હતા આજે પણ ટંકારા ઈન્દીરા ગાંધીની વાતોને વાગોળે છે. જેમાં હેલિકૉપ્ટર બંધ થઈ જતા સરપંચ અને છાણા થાપતા માજી એ હેલિકૉપ્ટર મા લગાવેલ લટાર ટંકારા માં ઇન્દિરા ગાંધી ગયા બાદ ઈન્કમટેક્સ નો દરોડો અને દયાનંદ જન્મ સ્થળેથી સૌનાની દિવાલ તાલુકા કુમાર શાળા સામે નુ બાળ મંદિર અને ટંકારા રેલ્વે સ્ટેશન ને રાબેતા મુજબ ચાલુ રાખવાનો આદેશ સહિતના મુદા આજે પણ જનમાનસમા અડિખમ છે.

 

બિજા મહાનુભાવ માં ગુર્હ મંત્રી ચૌધરી ચરણસિંહ વિખ્યાત રાજકીય નેતા ચૌધરી ચરણ સિંહ જ્યારે કેન્દ્રમાં ગૃહ પ્રધાનનું ઉચ્ચ પદ સંભાળી રહ્યા હતા ત્યારે તેમની પાર્ટીની બેઠક માટે મોરબી આવ્યા હતા. કોઈ પૂર્વ સૂચના નહોતી. તેમની સાથે ગુજરાતના મંત્રી શ્રી કેશોભાઈ અને અન્ય મહાનુભાવો પણ હતા. અને રાજકોટ મોરબી રોડ થી જઈ રહા હતા ત્યારે આર્ય ધ્વજ અને ઓમ નાંદ થી ચૌધરી સાહેબે કાફલો રોક્યો અને અહિ દયાનંદ સરસ્વતી? પછી કેશુભાઈ એ કિધુ કે આપણે મહર્ષિ ના જન્મ ગામ ટંકારા થી પસાર થઈ રહા છી એટલે તરત ગુરૂકુલ માટે ગાડી વાળવા આદેશ આપ્યો ટંકારા માટે બહુ ઓછો સમય આપે એ બધાનો પ્રયત્ન હતો. આગળ રાજકીય કાર્યક્રમ હતો. પણ ચૌધરી સાહેબનું આર્ય હૃદય ટંકારામાં હતું. તે ચિત્રશાળામાં પણ ગયા. યજ્ઞશાળામાં પણ પધાર્યા . ગામના લગભગ તમામ આદરણીય લોકો તેમના સ્વાગત માટે એકઠા થયા હતા. તેમના પ્રવચનમાં, ચૌહાણ ચરણસિંહજીએ કહ્યું કે તેઓ એક મજબૂત ઋષિ ભક્ત આર્યસમાજી છે. તેમના પરિવારમાં જ્ઞાતિ ભેદભાવનો કોઈ વિચાર નથી.

 

યજ્ઞશાળાના સન્માન બાદ ચૌધરી સાહેબ બોધ મંદિરે દર્શન માટે ગયા. ત્યાં જ ઋષિ દયાનંદને સત્યનું પ્રારંભિક જ્ઞાન હતું. અમે બધા આશ્ચર્યથી જોતા રહ્યા પણ ચૌધરી સાહેબ ત્રણ વાર મંદિરની પ્રદક્ષિણા કરી, તેમની આંખોમાં આંસુ હતા. સાક્ષાત્કારની જગ્યા પછી ચૌધરી સાહેબજન્મ સ્થળ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ તેમની સાથે આવેલા ગુજરાતી નેતાઓ અધીરા થઈ રહ્યા હતા. તેણે વિચાર્યું કે ઘણું મોડું થઈ રહ્યું છે. ત્યારે તેની સાથે રહેલા પોલીસ અધિકારીએ કહ્યું કે ગામમાં સુરક્ષાની વ્યવસ્થા શક્ય નથી તેથી ત્યાં જવું મુશ્કેલ બનશે. ચૌધરી સાહેબ ખૂબ જ નિરાશ થયા અને કહ્યું કે પંડિતજી, હું ફરી આવું તો 4-5 દિવસની રજા લઈને આવીશ અને ઋષિના સ્થાનો સંપૂર્ણ જોઈ લઈશ. પરંતુ નિયતિએ આ સ્વીકાર્યું નહીં. અને બિજી વખત આવી શક્યા નહી

 

શ્રી અટલ બિહારી વાજપેયીનું આગમન. ભારતીય જનતા પાર્ટીના નેતા શ્રી અટલ બિહારી વાજપેયીજીએ પણ ટંકારાની મુલાકાત લીધી હતી. નગરજનોએ ઋષિ પ્રત્યે લાગણીનું સ્વરૂપ જોયું. જ્યારે જન્મ સ્થળ બતાવવા લઈ ગયા જન્મસ્થળ ગુજરાતી શેઠની માલિકીની છે. ઘણા વર્ષોથી ટંકારા ટ્રસ્ટના અધિકારીઓના પ્રયાસો બાદ પણ તે જગ્યા આપવા સંમત થઈ શક્યા ન હતા. શ્રી વાજપેયીજી જન્મસ્થળના મુખ્ય દ્વાર પર ખૂબ જ ભાવુક મુદ્રામાં ઉભા હતા. પછી અચાનક કહ્યું તમે નપુંસક છો આર્યસમાજની આટલી શક્તિ હોવા છતાં શેઠ પાસેથી જન્મસ્થાન ન લઈ શક્યા. જો તે ખ્રિસ્તીઓ અથવા મુસ્લિમો માટે પવિત્ર સ્થળ હોત તો – તેમના એકમાત્ર સૂત્રોચ્ચાર શેઠને ભગાડ્યા હોત. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા એ સમયના જનસંધના બાળ કાર્યકરો એ મુલાકાત લીધી હતી અને હિન્દી ભાષાના સ્પષ્ટ વક્તાથી ખુબ પ્રભાવિત થયા હતા. જેમાં પત્રકાર હસમુખભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, જગદીશ વજેરામ કુબાવત, સોની મહાજન સહિતના હાજર રહ્યા હતા. ક્રમશ:- આવતી કાલે નરેન્દ્રભાઈ નો 1992 થી ટંકારા સાથેનો નાતો વિશે વાચશુ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!