Thursday, January 9, 2025
HomeGujaratપ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘઆયુષ્ય માટે રામધન આશ્રમ મોરબી ખાતે મહાયજ્ઞ યોજાયો

પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘઆયુષ્ય માટે રામધન આશ્રમ મોરબી ખાતે મહાયજ્ઞ યોજાયો

ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો આજે ૭૩મો જન્મદિવસ છે. વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રીના જન્મ દિવસની લોકો અલગ અલગ રીતે શુભકામના પાઠવવા લોકો આતુર છે. ત્યારે ઓરબીના રમાધન આશ્રમ ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘ આયુષ્ય માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

રામધન આશ્રમનાં જણાવ્યા અનુસાર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ૭૩માં જન્મોત્સવ પ્રસંગે મહેન્દ્રનગર રમાધન આશ્રમ ખાતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૩૦૦ આહુતિઓ આપી હતી. તેમજ ૭૩ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રમાધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માં, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, નરેન્દ્રસિંહ ઝાલા, નીરજભાઈ ભટ્ટ,જેઠાભાઇ મિયાત્રા, હંસાબેન પારધી, હીરાભાઈ ટમારીયા, જયંતીભાઈ કવાડીયા,જીગ્નેશભાઈ કૈલા, જયરાજસિંહ જાડેજા, મહેશ સિંધવ, ગીરીશભાઈ ઘેલાણી, કે.એસ.અમૃતિયા, હસુભાઈ પંડ્યા સહીત મહિલા પાંખના બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનની દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!