મોરબી:ઋષિ પાચમ કે સામાપાચમ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમ એટલે કે પાંચમા દિવસે હોય છે. હિન્દૂ સનાતન ધર્મમાં ઋષિ પાચમ તહેવારનું અલગ મહત્વ છે. જેમાં હિન્દૂ ધર્મમાં સપ્તઋષિની આ તહેવાર નિમિતે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તેમજ ઋષિ પાચમ એટલે ખાસ કરીને સ્ત્રીઓના માસિક સ્ત્રાવ સમયે થતી અશુદ્ધિઓથી પોતાને શુદ્ધ કરવા કરવામાં આવતું સ્નાન-પૂજા અને શાસ્ત્રોક્ત ઉપવાસ છે. ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે આવતી કાલે તા.૮/૦૯ને રવિવારના રોજ ઋષિ પાંચમના પવિત્ર તહેવાર નિમિતે ફક્ત બહેનો માટે સ્નાન-પૂજા તેમજ ફળાહારનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી રામધન આશ્રમના મહંત પૂજ્ય ભાવેશ્વરી માઁ ની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ પ્રસિદ્ધ રામધન આશ્રમે ઋષિ પાંચમના પવિત્ર તહેવાર નિમિત્તે ફક્ત બહેનો માટે સ્નાન તેમજ પૂજાનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ઋષિ પાંચમના ઉપવાસ માટે ફળાહાર, ચા-પાણી, સરબતની વ્યવસ્થા રાખવામાં આવ્યું છે. તો ઋષિ પાંચમના તહેવારની ઉજવણીનો લાભ લેવા ફક્ત બહેનોને જ પધારવા મહંત પૂજ્ય ભાવેશ્વરી માઁ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.