ચકલી એટલે નાના બાળકોનું મનગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયાની ઉપમા આપવામાં આવે છે. એ જ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે. જેને પાછી લાવવા તેમજ ગરમીની ઋતુ શરૂ થઈ ચુકી હોવાની કોઈ પણ પક્ષી તરસ્યું ન રહી જાય તે માટે લકી ગ્રુપ મોરબી દ્વારા ચકલી બચાવો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈ આગામી વિશ્વ ચકલી દિવસ નિમિતે તારીખ ૨૦/૦૩/૨૦૨૩ ને સોમવાર ના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી મોરબીનાં લકી ગ્રુપ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચકલીના માળાનું તથા પાણીનાં કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ તથા દ્રષ્ટિ ઓપ્ટિકલમાં બારે મહિના ચકલીના માળા મળશે. તેમ લકી ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.