વિશ્વચકલી દિવસ નિમિત્તે હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના યુવાનો દ્વારા અનોખું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે 30,000 પીવાના પાણીના કુંડા તેમજ 30,000 ચકલી ઘરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા ચકલીઓ માટે પીવાના પાણીના કુંડા તેમજ ચકલીઓના આશ્રય માટે ચકલી ઘરનું નિશુલ્ક વિતરણ કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સુંદર આયોજન કરાયું છે. જેમાં 5000 જેટલા ચકલી ઘર તેમજ 5000 પીવાના પાણીના કુંડાનો વિતરણ કરાયુ છે. છેલ્લા સાત વર્ષથી ફ્રેન્ડશ યુવા સેવા ગ્રુપના આ યુવાનો ઉનાળાની કાળજાળ ગરમીમાં ચકલીઓને પીવાનું પાણી મળી રહે તેમજ રહેવાનો આશરો મળી રહે તે માટે આ પ્રકારનો એક અભિયાન ચલાવી રહ્યા છે. અત્યારસુધીમાં 30,000 જેટલા પીવાના પાણીના કુંડા તેમજ 30,000 જેટલા ચકલી ઘરનો વિતરણ કરી ચૂક્યા છે અને ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવી પર્યાવરણને ફાયદો થાય તે પ્રકારનું આયોજન કરે છે.