વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે વિરપરથી ભીમગુડા જવાના રસ્તે પાણીના ખાડા પાસે રેઇડ કરી હતી, જ્યાં ખરાબામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી, રેઇડ દરમિયાન પોલીસને જોઈને બન્ને આરોપીઓમાં નાસભાગ મચી ગયી હતી, ત્યારે પોલીસે બે પૈકી એકને પકડી લીધો હતો, જ્યારે બીજો નાસી છૂટ્યો હતો, પોલીસે સ્થળ ઉપરથી ગરમ-ઠંડો આથો, ગરમ દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો સહિત ૨૬,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ, બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી અનુસાર, વાજનેર તાલુકા પોલીસને બાતમી મળી કે તાલુકાના વિરપર ગામથી ભીમગુડા ગામ જવાના રસ્તે પાણીના ખાડાઓ પાસે ખરાબાની જમીનમાં ભુદરભાઈ ડાંગરોચા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે, જે બાતમીને આધારે તુરંત ઉપરોક્ત સ્થળે વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી હતી, જ્યાં પહોચતા પોલીસને જોઈ ભુદરભાઈ તથા તેની સાથેનો ઈસમ ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે તેનો પીછો કરતા મુખ્ય આરોપી બાવળની કાંટ અને લાની ભરેલા ખાડાનો લાભ લઈને નાસી ગયો હતી, જ્યારે આરોપી ડાયાભાઇ મનજીભાઈ વીંજવાડીયા ઉવ.૫૦ રહે.ઓળ ગામ તા.વાંકાનેર વાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી ગરમ આથો ૧૦૦ લીટર કિ.રૂ.૨૫૦૦/-, ઠંડો આથો ૪૦૦ લીટર કિ.રૂ.૧૦,૦૦૦/-, ગરમ દેશી દારૂ ૪૦ લીટર કિ.રૂ.૮,૦૦૦/- તથા દેશી દારીની ભઠ્ઠીની સાધન સામગ્રી કિ.રૂ.૫,૭૦૦/- એમ કુલ મળી કિ.રૂ.૨૬,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બીજીબાજુ દેશી દારૂની ભઠ્ઠીનો મુખ્ય સંચાલક આરોપી ભુદરભાઈ ચોથાભાઈ ડાંગરોચા રહે.વિરપર ગામ તા.વાંકાનેર વાળાને ફરાર જાહેર કરી, બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી, ભાગી છુટેલ આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.