Saturday, May 18, 2024
HomeGujaratવાંકાનેરમાં પિતાના ઘરે જતા સગા ભાઈઓએ યુવકને ઢોર માર મારી જાનથી મારી...

વાંકાનેરમાં પિતાના ઘરે જતા સગા ભાઈઓએ યુવકને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પિતાના ઘરે જતા એક ભાઈને તેના સગા ભાઈઓએ તથા કાકા-બાપાનાં દીકરાઓએ યુવકને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર વીશીપરા પુજારા કારખાના પાસે રહેતા અજયભાઇ જગદીશભાઇ સુરેલા નામનો યુવક ગઈકાલે સવારે પોતાના પિતાજીના ઘરે જતા તેના ભાઈઓ મનીષભાઇ જગદીશભાઇ સુરેલા, સાગર જગદીશભાઇ સુરેલા તથા રાહુલભાઇ રમેશભાઇ સુરેલા અને રજનીભાઇ રમેશભાઇ સુરેલા (રહે બધા વીશીપરા વાંકાનેર) નામના ઈસમોએ ભુડાબોલી ગાળો આપી ધોકા વડે યુવકને શરીરે હાથે પગે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!