મોરબી તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રાજપર બેઠક માટે ભાજપ, કોંગ્રસ અને અપક્ષ સહીત કુલ ચાર ફોર્મ ભરાયા છે. તથા હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર ભાજપ , કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. સોમવારે ફોર્મ ચકાસણી કરવામાં આવશે.
મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠક પર ઉમેદવારનું અવસાન થતા ખાલી પેડલી બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કરાયું છે. આગામી તા.3 ઓક્ટોબરના રોજ આ ચૂંટણીનુ મતદાન યોજાશે. જેને પગલે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લા દિવસ હતો ત્યારે 2 ભાજપ,1 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.જેમાં ભાજપમાંથી દેવજીભાઇ વરાણીયા અને અશોક વરાણીયા અને કોંગ્રેસમાંથી જલાભાઇ ડાભી તથા અપક્ષમાંથી બળવંતભાઇ શેખવાએ ઉમેદવારી નોંધાવી હતી.
આ ઉપરાંત હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર પણફોર્મ ભરાયા છે જેમાં ૨ ભાજપ, ૨ કોંગ્રેસ અને ૧ આમ આદમી પાર્ટી ઉમેદવારે ફોર્મ ભર્યું છે જેની સોમવારે ચકાસણી કરવામાં આવશે.