Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાં ફરી એકવાર આવરાતત્વોએ આતંક મચાવી યુવકને બેફામ માર માર્યો

મોરબીમાં ફરી એકવાર આવરાતત્વોએ આતંક મચાવી યુવકને બેફામ માર માર્યો

નડતી કારને હટાવવા હોર્ન મારતા માથાભારે ચાર શખ્સોએ કર્યો હુમલો

- Advertisement -
- Advertisement -

ચાર શખ્સો પૈકી એક લિસ્ટેડ વ્યાજખોર આરોપી

મોરબીમાં માથાભારે તથા લુખ્ખાતત્વો દ્વારા લોકોમાં પોતાનો રોફ જમાવવા દાદાગીરી ચલાવતા હોય છે જેમાં તેનો શિકાર નિર્દોષ લોકો થતા હોય છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ વચ્ચે ફરી એકવાર શહેરના રવાપર ધુનડા રોડ ઉપર રાજ પાન નામની દુકાને કાર લઈને ફાકી લેવા આવેલ યુવક પરત જતો હોય ત્યારે પોતાની કાર આડે અન્ય કાર હોય જેથી હોર્ન વગાડતા રાજ પાનની દુકાને હાજર ચારેક માથાભારે શખ્સો દ્વારા યુવકને હોર્ન નહિ વગાડવાનું કહી અપશબ્દો બોલી બેફામ માર મારવામાં આવી યુવકની કારમાં પણ નુકસાની કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય માથાભારે શખ્સો સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. હાલ ભોગ બનનાર યુવક દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સમગ્ર બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં રવાપર ધુનડા રોડ ઉપર આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા સચીનભાઈ ભુદરભાઈ બોપલીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દિપભાઈ દેસાઈ રહે. કસ્તુરી એપાર્ટમેન્ટ એસ.પી. રોડ મોરબી, કિશનભાઈ રબારી રહે.મોરબી ગુ.હા.બોર્ડ શનાળા રોડ, અભયભાઈ ભીખાભાઈ જારીયા રહે.રવાપર ગામ મોરબી, તથા જયભાઈ કુંભારવાડીયા રહે.ક્રીષ્ના સ્કુલ ધાવડી મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૩૦/૦૫ના રાત્રીના સાડા આઠેક વાગ્યે મોરબી રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રાજ પાન નામની દુકાને સચીનભાઈ ફાકી લેવા માટે આવેલ હોય ત્યારે પાનની દુકાનેથી સચીનભાઈ પોતાની કાર સ્વીફ્ટ ડિઝાયર રજી.જીજે-૩૬-એસી-૨૯૨૬ લઈને જતા હોય ત્યારે પોતાની કારની આડે ત્યાં કાળા કલરની ક્રેટા કાર નં. જીજે-૩૬-એએફ-૫૮૧૮ ઉભી હોય જેથી તે હટાવવા માટે સચીનભાઈ દ્વારા હોર્ન વગાડતા ઉપરોકત ચારેય આરોપીઓ સચીનભાઈની કાર પાસે આવી જેમ ફાવે તેમ ગાળો આપી ચારેય જણાએ ઢીકાપાટુનો માર મારી સચીનભાઈને શરીરે હાથે પગે મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદ સચીનભાઈની સ્વીફ્ટ કારમાં પથ્થરના છુટા ઘા કરી નુકશાન કરી ચારેય આરોપીઓ સ્થક ઉપરથી પોતાની ક્રેટા કાર લઇ ચાલ્યા ગયા હતા. બનાવ બાદ સચીનભાઈને તેમના પિતાજી તથાભાઈ દ્વારા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે જય શરીરે થયેક મૂંઢ ઇજાઓની સારવાર લઇ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!