મોરબીમાં હોટેલના રૂમમાં પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા હોવાની ને ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી જે બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતી પરિણીતાએ જયદીપ અને મીતેશ નામના બે ઈસમો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવી હતી.જેમાં ભોગ બનનારે જણાવ્યુ હતું કે, વાંકાનેર હાઈવે રોડ ઉપર રફાળેશ્વર પાસે આવેલ હોટલના રૂમમાં ગત તા. ૧૮/૧૧/૨૦૨૨ ના રોજ કોલ્ડ્રીંકમાં કંઈક પીવડાવીને બેભાન કર્યા બાદ હોટલના રૂમમાં ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેમજ તા. ૧૮/૧૧/૨૨ થી માર્ચ ૨૦૨૪ સુધી બ્લેક મેઈલ કરી અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.તેમજ ફરિયાદી સાથે જયદીપએ અવારનવાર ફોટો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ દીકરીને ઉપાડી જવાની ધમકી આપીને બ્લેકમેલ કરીને શરીર સંબંધ બાંધી મારકુટ કરી બળાત્કાર કર્યો હતો. જે બનાવ સંદર્ભે મહિલાએ ફરિયાદ દાખલ કરતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનાની તપાસમાં આરોપી જયદીપ જેરામભાઈ ડાભી (ઉંમર ૩૭) ની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને જેલ હવાલે કરી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.તેમજ અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.