રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસે સુરવદર ગામેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. જયારે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે,
મળતી માહિત્તી અનુસાર, હળવદ પોલીસનો કાફલો ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સુરવદર ગામે રહેતા કિરણભાઇ કરશનભાઇ ધામેચા નામના શખ્સની વાડીમાં બાવળની ઝાડીમા વિદેશી દારૂનો જથ્થો આરોપીએ છુપાડીને વેચાણ અર્થે રાખી મુક્યો છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી રોયલ કલાસીક વ્હીસ્કીના ૧૮૦ મીલીના ૧૧૩ પાઉચ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.૧૧૩૦૦/- છે. જે મુદ્દામાલ સહીત સ્થળ પરથી કિરણભાઇ કરશનભાઇ ધામેચા નામનો આરોપી મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ર્મેશભાઇ ઉર્ફે ધમો કરશનભાઇ ધામેચા નામનો હળવદનો રહેવાસી આ વિદેશી દારૂ કિરણભાઇ કરશનભાઇ ધામેચાને વેચાણ અર્થે દઈ ગયો હોવાનું સામે આવ્યું આવ્યું છે. જેને લઇ પોલીસે ર્મેશભાઇ ઉર્ફે ધમો કરશનભાઇ ધામેચા નામનાં આરોપીની શોધખોળ શરુ કરી છે.