Wednesday, January 8, 2025
HomeGujaratમાળીયા મિયાણાના નીરુબેનનગર ગામેથી 300 લીટર દેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો...

માળીયા મિયાણાના નીરુબેનનગર ગામેથી 300 લીટર દેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો : બે ઇસમની સંડોવણી ખુલી

માળીયા મિયાણા તાલુકાના નીરુબેનનગર ગામના પાટીયા નજીક બાઈકમાં 300 લીટર દેશી દારૂ ભરી ખેંપ મારવા જતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આ ગુન્હામા અન્ય બે આરોપીના નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પોલીસે બાતમી ના આધારે માળીયા મિયાણા તાલુકાના નીરુબેનનગર ગામના પાટિયા નજીક બાવળની ઝાડીમાંથી નદીમભાઇ ઉમરદીનભાઇ (ઉ.વ-૨૮) ) રહે-ભીમસર ચોકડી પાસે તા. માળીયાવાળાને બાઈકમાં વેચાણ અર્થે રાખેલ 300 લીટર દેશી દારૂના કિંમત રૂપિયા છ હજારના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બજાજકંપનીનુ પલ્સર બાઈક રજી.નં. GJ-03-EG-0420 કિ રૂ-૪૫,૦૦૦ સાથેનો મુદામાલ કબજે કરી આરોપીને ઝડપી લીધો હતો. જેની પૂછપરછ દરમિયાન તાજમહમદ કરીમભાઇ સંધવાણી રહે-વાડા વિસ્ત્તાર માળીયા અને અલી ગુલમામદભાઇ સંધવાણી રહે-નવાગામ તા-માળીયાવાળાની આ ગુન્હા સંડોવણી બહાર આવતા પોલીસે બન્નેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!