Thursday, December 26, 2024
HomeGujaratહળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતા એક અગરીયાનુ મોત:બે...

હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતા એક અગરીયાનુ મોત:બે ને ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયા

હાલ રણમાં મીઠુ પકવવાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવા ગાળવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. ત્યારે આજરોજ હળવદના ટીકર રણમાં કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનુ મોત નીપજ્યાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે અગરીયાઓને હળવદ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના ટિકર ગામના અગરિયા પરિવારો અત્યારે મીઠાની સિઝન હોવાથી રણમાં કામગીરી કરી રહ્યા છે. ત્યારે ટીકર રણમાં કૂવો ગાળતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા ઉંમર વર્ષ ૩૦ રહે. સુંદરગઢનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જ્યારે સાગર અમરશીભાઈ રાણેવાડિયા ઉંમર વર્ષ 25 રહે.સુંદરગઢ અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા ઉંમર વર્ષ 25ને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બન્ને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે મૃત્યુ પામેલ ટીનાભાઈના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!