બામણબોર કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસીયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવીને કેટલાક બાહુબલીઓએ છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ટોલનાકું
ઊભું કરી દીધું છે. જે ટોલનાકામાં ફોરવીલ ચાલકો પાસેથી 50, મેટાડોર અને આઇસર પાસેથી 100 અને ટ્રકના ચાલક પાસેથી ₹200 નું દાદાગીરી કરીને ઉઘરાણું કરી અત્યાર સુધી કરોડો રૂપિયાના ઉઘરાણા કર્યા છે.
વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાં ઉભો કરવામાં આવી છે જેમાંથી બાહુબલીઓએ કરોડો રૂપિયાના ઉઘરાણા કર્યા છે ત્યારે વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર રમેશ અન્નામરેડીએ બાહુબલી ઓ દ્વારા ઉભા કરાયેલા ટોલનાકા સંદર્ભે બંધ ફેક્ટરી માંથી રસ્તો કાઢવામાં આવ્યો છે તે બાબતે ફેક્ટરીના સંચાલકોને નોટિસ પણ પાઠવી હતી. આ ગેરકાયદેસર કૃતિઓ તાકીદે બંધ કરવા માટે પણ જણાવ્યું હતું. આમ છતાં પણ પોતાને આર્મીમેન જણાવતા રવિ નામના શકશે અને તેની ટોળકી એ દાદાગીરીથી આ ઉઘરાણી ચાલુ રાખી છે અને અત્યાર સુધી કરોડો રૂપિયાની ઉઘરાણી કરી છે ત્યારે વાંકાનેર નજીક આ નકલી ટોડ નાખો જે કરોડો રૂપિયાની કરે છે તેથી શું સરકાર અજાણ છે તેઓ પ્રશ્ન અહીં ચોક્કસ ઉપસ્થિત થાય છે ? ત્યારે હવે ખાનગી ટોલનાકા દ્વારા કરોડોની ઉઘરાણી કરવામાં આવી છે તેના વિરૂદ્ધ તંત્ર શું કાર્યવાહી કરશે ? તે જોવાનું રહ્યું.