માળીયા(મી)ના ખોડવાસ વાળી શેરીના નાકા પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા એક ઇસમને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, જેમાં માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઉપરોક્ત સ્થળેથી આરોપી અયુબભાઈ ઉમરભાઈ સામતાણી ઉવ.૩૨ રહે.માળીયા(મી)ના કોળીવાસ વિસ્તાર વાળાને વર્લી ફિચર્સના અલગ અલગ આંકડાઓ લખીને નસીબ આધારિત પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમતા રોકડા રૂ.૫૨૦/-સાથે પકડી લેવામાં આવી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.