Monday, May 13, 2024
HomeGujaratમોરબીના દરબાર ગઢ પાસે વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા એકની અટકાયત 

મોરબીના દરબાર ગઢ પાસે વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા એકની અટકાયત 

મોરબીમાં દારૂ જુગારની બદીને ડામવા મોરબી જીલ્લા પોલીસ પ્રયત્નશીલ હોય ત્યારે આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર ચાંપતી નજર રાખી આવી પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી લેવા સતત કાર્યરત હોય ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના દરબાર ગઢ નજીક જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા એકને રોકડા ૧૦,૫૮૦/-સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

 

પ્રાપ્ત વિગત અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે દરબાર ગઢ નજીક જાહેરમાં જાહેરમાં કાગળની ચીટ્ટીમા જુદા જુદા ગ્રાહકો સાથે સંપર્ક કરી વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી આરોપી અશ્વીનપરી બચ્ચુપરી ગૌસ્વામી ઉવ.૫૪ રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ છોટાલાલ પેટ્રોલ પંપ પાસે મેઇન રોડવાળો જુગાર રમી રમતા જુગાર સાહિત્ય વર્લી ફીચરના આંકડા લખેલ એક કાગળની ચીઠી તથા બોલપેન તથા રોકડ રકમ રૂ.૧૦,૫૮૦/-ના મુદામાલ સાથે મળી આવતા તેની અટક કરી આરોપી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!