Monday, February 23, 2026
HomeGujaratવાંકાનેરમાં ટી-૨૦ મેચ પર રનફેરનો જુગાર રમતા એક ઝડપાયો, સોદા લખનાર ફરાર

વાંકાનેરમાં ટી-૨૦ મેચ પર રનફેરનો જુગાર રમતા એક ઝડપાયો, સોદા લખનાર ફરાર

વાંકાનેરમાં મહાવીર સોસાયટી વિસ્તારમાં મોબાઇલમાં વાતચીત કરી, ૨૦-૨૦ વર્લ્ડ કપની મેચ પર રનફેરનો જુગાર રમતા એકને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે મોબાઈલમાં સોદા લખનાર અન્ય એક આરોપી નામ ખુલતા તે આરોપીને પોલીસે ફરાર દર્શાવી પોલીસે રોકડ તથા મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના મહાવીર સોસાયટી, જલારામ જીન નજીક મોબાઇલ ફોન દ્વારા ટી-૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા ક્રિકેટ ટીમ વચ્ચે ચાલતી મેચ પર હારજીત અને રનફેર ઉપર રૂપિયા લગાવી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન આરોપી જાહિદભાઈ ઇસ્માઇલભાઈ સીડા ઉવ.૪૦ રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર વાળાને રોકડ રૂ.૨,૮૦૦/- તથા મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- સહિત રૂ.૭,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો. પકડાયેલ આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે મોબાઇલ મારફતે આરોપી સલીમ રહે.વાંકાનેર વાળાને સોદા લખાવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા હતા. હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!