મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પાવડીયારી કેનાલ પાસે જાહેરમાં વર્લી ફીચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી નીરમામદ સુલેમાનભાઇ સમા ઉવ-૩૨ રહે-મોરબી વીસીપરા સીસ્ટરના બંગલા પાસે મુળગામ-સુરજબારી ગામ તા-ભચાઉ જી-કચ્છ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય સહિત રોકડા રૂ.૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, હાલ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.