મોરબીના વીસીપરા વિસ્તારમાં વિજયનગર મેઈન રોડ ઉપર સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને વિદેશી દારૂની ૯૦ નંગ બોટલ સાથે બી ડિવિઝન પોલીસ ટીમે પકડી લેવામાં આવ્યો છે, વિદેશી દારૂનો માલ હેરાફેરી માટે આપનાર આરોપીનું નામ ખુલતા પોલીસે રીક્ષા તથા વિદેશી દારૂનો જથ્થો એમ કુલ કિ.રૂ.૮૨,૬૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે આરોપી સાજીદ લાઘાણી વિદેશી દારૂનો જથ્થો જાવેદભાઈ જેડાને વેચાણ કરવાને ઇરાદે રીક્ષામાં હેરાફેરી કરવા આપેલ છે જે આરોપી જાવેદ આ વિદેશી દારૂનો જથ્થો રીક્ષામાં લઈને જવાનો હોય જે મુજબની બાતમીને આધારે પોલીસ ટીમ વોચ માં હોય તે દરમિયાન વીસીપરા વિજયનગર મેઈન રોડ ઉપરથી સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૦૩-એએક્સ-૯૨૮૧ પસાર થતા તેને રોકી રીક્ષાની તલાસી લેવામાં આવી હતી, ત્યારે રીક્ષામાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલની ૯૦ બોટલ કિ.રૂ.૫૭,૬૯૦/- મળી આવી હતી. આ સાથે રીક્ષા ચાલક આરોપી જાવેદભાઇ ઉમરભાઇ જેડા ઉવ.૨૦ રહે.મોરબી કૂલીનગર-૨ વીસીપરાવાળાની અટક કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની ઓરથમીક પૂછતાછમાં આ વિદેશી દારૂનો જથ્થો આરોપી સાજીદ કાદરભાઇ લધાણીએ વેચાણ કરવા આપ્યો હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી હતી. વધુમાં બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ તથા સીએનજી રીક્ષા સહિત કિ.રૂ. ૮૨,૬૯૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.