વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમ નજીમ સેનસો ચોકડીથી સરતાનપર ગામ જવાના રસ્તે હીરો કંપનીનું ડેસ્ટિની મોપેડ રજી.નં. જીજે-૧૩-બીએચ-૭૫૨૧ માં કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૩૦ ટીન લઈને નીકળેલ આરોપી અશોકભાઈ કેશાભાઈ સીતાપરા ઉવ.૨૪ રહે.નવા જાંબુડીયા ધર્મસિધ્ધિ સોસાયટી મૂળ ગામ વગડીયા ખારાની વાડીમાં તા.મૂળી જી.સુ.નગર વાળાને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લીધો હતો, આ સાથે પોલીસે મોપેડ કિ.રૂ. ૫૦ હજાર, બિયર ટીન કિ.રૂ. ૫,૪૦૦/-સહિત ૫૫,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.