મોરબી પોલીસ દ્વારા દેશી દારૂનું વેચાણ નિસ્ત નાબૂદ કરવા એક ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઠેર-ઠેર રેઇડ કરી દેશી દારૂની ભઠ્ઠીઓ તથા દેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે એક શખ્સને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. જ્યારે એક મહિલા સહીત બે આરોપીઓ ફરાર થયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વજેપર શેરી નં.૨૪ ના નાકા પાસે દેશી દારૂનું વેચાણ અર્થે લાવવામાં આવનાર છે. જે હકીકતના આધારે પોલીસે મનીષાબેન સુરેશભાઈ થરેસાના રહેણાંક મકાન પાસે રેઇડ કરી હતી. ત્યારે પોલીસને જોઈ જતા સાજીદ ઉર્ફે ઈમરાન દોસમામદભાઈ જામ તથા મનીષાબેન સુરેશભાઈ થરેસા સ્થળ પરથી ફરાર થયા હતા. જયારે સંજયભાઈ મધુકાંતભાઈ મદાણી નામનો રીક્ષા ડ્રાઈવીંગનો ધંધો કરતો શખ્સ પોલીસ પકડમાં આવી ગયો હતો. જેની પૂછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે, તે જ સાજીદ ઉર્ફે ઈમરાન દોસમામદભાઈ જામ તથા મનીષાબેન સુરેશભાઈ થરેસાને રૂ.૩૦૦૦/-ની કિંમતનો ૧૫૦ લીટર દેશી દારૂ વેચાણ કરવા પોતાની GJ-03-BU-5210 નંબરની રિક્ષામાં લાવ્યો હતો. જેને લઇ પોલીસે સંજયભાઈ પાસેથી રૂ.૧,૦૦,૦૦૦/-ની કિંમતની રીક્ષા તથા રૂ.૩૦૦૦/-ના દેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને જેલ હવાલે કર્યો છે. જયારે ફરાર બંને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.