મોરબી તાલુકા પોલીસે વિરપરડા ગામ નજીકથી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એજે-૫૭૬૭ માંથી ૨૧ લીટર દેશી દારૂ સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો હતો, જેમાં આરોપી અક્ષયભાઈ વિનુભાઈ સોલંકી ઉવ.૨૭ રહે.મોડપર ગામવાળો વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ પોતાના હવાળા વાળી સ્વીફ્ટ કારમાં લઈને નીકળતા તેને પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં ઉપરોક્ત દેશી દારૂ આરોપી અશોકભાઈ નરશીભાઈ દેવીપૂજક પાસેથી લઈને આવ્યો હોવાની કબુલાત આપી હતી, હાલ તાલુકા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી દેશી દારૂ તથા સ્વીફ્ટ કાર સહિત ૩,૦૪,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.