મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાલપર ગામની સીમમાં પાવર હાઉસ જવાના રસ્તે એકટીવા રજી.નં. જીજે-૩૬-એએમ-૪૪૮૭ ઉપર એક ઈસમ પ્લાસ્ટિકના બાચકા સાથે નીકળતા તેને રોકી તેની તલાસી લેવામાં આવી હતી, ત્યારે પ્લાસ્ટિકના બાચકામાંથી દેશી દારૂ ભરેલ ૮૦ કોથળી મળી આવી હતી, આ સાથે આરોપી દેવજી કરશનભાઇ પરમાર ઉવ.૨૪ રહે. મોરબી-૨ ઉમિયાનગર સોસાયટી સો ઓરડીવાળાની અટક કરી હતી, પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં આ દેશી દારૂનો જથ્થો મહિલા બુટલેગર આરોપી યાસ્મિન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા રહે.મોરબીએ વેચાણ કરવા આપેલ હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે ૧૬ લીટર દેશી દારૂ કિ.રૂ.૩,૨૦૦ તથા એકટીવા મોપેડ સહિત ૨૨,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.