મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બેલા ગામની સીમમાં સિસમ સીરામીક તરફ જતા સિમેન્ટ રોડ ઉપર એકટીવા મોપેડ રજી. નં. જીજે-૩૬-કે-૩૮૨૩ વાળમાં વેચાણ કરવાના ઇરાદે પ્લાસ્ટિકના બાચકામાં ૫ લીટર દેશી દારૂ લઈ નીકળેલ આરોપી ઇમરાન વલીમામદ કટારીયા ઉવ.૩૨ રહે.મોરબી કુલીનગર-૧ પકડી લેવામાં આવ્યો છે, આ સાથે આરોપી પાસેથી એકટીવા તથા દેશી દારૂનો જથ્થો એમ કુલ કિ.રૂ.૩૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે દેશી દારૂના વેચાણની ગેર કાયદેસર પ્રવૃત્તિમાં મોપેડ આપનાર આરોપી તોફિક ગુલામહુશેન સુમરા રહે.વિશીપરા મોરબી વાળાના નામની કબુલાત આપતા બંને આરોપીઓ સામે પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.