હળવદ પોલીસે ગોલસણ ગામ નજીક રાણેકપર જવાના રસ્તે રોડ ઉઓર શંકાસ્પદ હાલતમાં ટીવીએસ જયુપીટર રજી.નં. જીજે-૩૬-એએમ-૬૩૭૫ વાળું મોપેડ લઈને આવતા એક શખ્સને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૧૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૩૦૦૦/-મળી આવ્યો હતો, જેથી પોલીસે તુરંત મોપેડ સવાર આરોપી નિલેશભાઈ ઉર્ફે ભુવો સોમાભાઈ ગણેશીયા ઉવ.૩૨ રહે. ગોલાસણ ગામ તા.હળવદ વાળાની અટક કરી દેશી દારૂ બાબતે સઘન પૂછરછ કરતા , આ દેશી દારૂ વેચાણ અર્થે આરોપી વિજયભાઈ હેમુભાઈ કોળીને આપવા જતો હોવાની કબૂલાત આપતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી મોપેડ, દેશી દારૂ સહિત ૩૩,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









