Friday, March 29, 2024
HomeGujaratમોરબીના જાંબુડિયા ગામ નજીકથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, એકની...

મોરબીના જાંબુડિયા ગામ નજીકથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૨૭ના રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન જાંબુડીયા ગામમાં વીન્ટોપ સિરામીક પાસેથી અક્ષય ભુપતભાઇ વાકીયાને કાર રજી.નં. જીજે-૩૬-એલ-૪૭૩૯માં ૩૦૦ લીટર દેશી દારૂ (કિં.રૂ. 6000)ની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી અક્ષયએ આ દેશી દારૂનો જથ્થો ભરતભાઇ બાવળીયા પાસેથી છુટક વેચાણ કરવા લીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.હાલમાં પોલીસે દારૂ અને કાર મળી કુલ ૨.૦૬ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અક્ષયની અટકાયત કરી છે. પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!