ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના પાટીયા પાસે પોલીસે વેન્યુ કારમાં વિદેશી દારૂ વ્હિસ્કી-વોડકાની હેરાફેરી કરતા એક વેપારી યુવકની ધરપકડ કરી છે, આ સાથે ટંકારા પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની ૨૦ બોટલ તથા કાર તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ.૪.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે, વેન્યુ કાર રજી.નં. જીજે-૩૬-એસી-૯૫૩૭ માં વિદેશી દારૂ ભરીને મેઘપર ઝાલા ગામ તરફ જવાની હોય, જેથી ટંકારા પોલીસ ટીમ મેઘપર ઝાલાના પાટીયા પાસે રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન ઉપરોક્ત વેન્યુ કાર ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેવામાં આવી હતી, ત્યારે કારમાંથી વિદેશી દારૂ વહીસ્કી વોડકાની અલગ અલ બ્રાન્ડની ૨૦ બોટલ મળી આવી હતી, જેથી કાર ચાલક આરોપી સાગરભાઇ સવજીભાઇ માલકીયા ઉવ.૨૬ ની સ્થળ ઉપરથી અટકાયત કરી, પોલીસે કાર, વિદેશી દારૂ તથા એક મોબાઇલ સહિત કુલ કિ.રૂ.૪,૧૭,૧૧૧/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.ગુનો દાખલ કરવામાં આવ્યો છે.