હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે માર્કેટિંગ યાર્ડ, જીઈબી સામે રોડ ઉપર વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન જયુપીટર મોપેડમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ લઈને નીકળેલ મોરબીના એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ ટીમને બાતમી મળેલ એક ટીવીએસ કંપનીનું જયુપીટર રજી.નં. જીજે-૩૬-એએમ-૬૮૨૪ મોપેડમાં સીટની નીચે ડેકીમાં એક ઈસમ વિદેશી દારૂ મોરબી લઈ જવાનો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસ માર્કેટિંગ યાર્ડ સામે વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન ઉપરોક્ત જયુપીટર આવતા તેને રોકી ડેકીના નીચેના ભાગે ચેક કરતા તેમાંથી રોયલ સ્ટગની ૧૨ નંગ બોટલ કિ.રૂ.૧૫,૬૦૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે જયુપીટર ચાલક આરોપી બળદેવભાઈ વશરામભાઈ પરમાર ઉવ.૩૬ રહે. જીવરાજપાર્ક ભડિયાદ રોડ મોરબી વાળાની અટકાયત કરી હતી, પોલિસેવારોપી પાસેથી વિદેશી દારૂ તથા મોપેડ સહિત રૂ.૬૫,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે