Wednesday, June 4, 2025
HomeGujaratમોરબીના લાતીપ્લોટ મેઈન રોડ ઉપર રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો:સપ્લાયરનું...

મોરબીના લાતીપ્લોટ મેઈન રોડ ઉપર રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો:સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી શહેરના લાતીપ્લોટ મેઈન રોડ ઉપર શેરી નં. ૧૨ પાસે સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની ૪૮ બોટલ લઈને નીકળેલ રીક્ષા ચાલકને શહેર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો, પકડાયેલ આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂ રીક્ષામાં ભરી આપનારના નામની કબુલાત આપતા, તે આરોપીને ફરાર દર્શાવવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે વિદેશી દારૂ, સીએનજી રીક્ષા સહિત ૮૪ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતીપ્લોટ મેઈન રોડ ઉપર શેરી નં.૧૨ માંથી એક શંકાસ્પદ સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૦૩-એએક્સ-૩૭૧૫ ધોબી શેરીમાં જઈ રહી હોય ત્યારે તેને રોકી તેની તલાસી લેતા રીક્ષામાંથી વિદેશી દારૂની જી-વન વોડકા ગ્રીનની ૪૮ બોટલ કિ.રૂ.૨૪,૦૦૦/- મળી આવી હતી, જેથી તુરંત રીક્ષા ચાલક આરોપી અવેશભાઈ રમજુભાઈ ચાનીયા ઉવ.૩૫ રહે.લાતીપ્લોટ શેરી નં.૧૧/૧૨ વચ્ચે મોરબી વાળાની અટક કરવામાં આવી હતી, જ્યારે આ વિદેશી દારૂ તેના સાળા આરોપી તોફિકભાઈ દાઉદભાઈ ચાનીયા રહે. મોરબી લાતીપ્લોટ શેરી નં. ૧૨ વાળાએ ભરી આપ્યો હોવાનું જણાવતા, પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી સીએનજી રીક્ષા કિ.રૂ.૬૦ હજાર તથા વિદેશી દારૂ સહિત રૂ.૮૪,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!