વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક ઢુંવા ચોકડી નજીક પોલીસ ટીમ વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન આઈ-૨૦ કારમાંથી ૫૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો હતો, ત્યારે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં દેશી દારૂ મોકલનાર તથા મંગાવનાર આરોપીઓના નામની કબુલાત આપતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ઢુંવા ચોકડી નજીક વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમીયાન મળેલ બાતમીને આધારે આઈ-૨૦ કાર રજી.નં.જીજે-૦૬-કેપી-૩૨૩૦ કાર નીકળતા તેને રોકી તેની તલાસી લેવામાં આવતા તેમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે આરોપી જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા ઉવ.૧૯ રહે.હાલ સીરામીક સીટી ઈ-૩ ૬૦૨ લાલપરવાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દેશી દારૂ મોકલનાર આરોપી સમીરભાઈ હનીફભાઈ મોવર રહે.જુના હંજીયાસર તા.માળીયા(મી.) તથા દેશી દારૂ મંગાવનાર આરોપી તોફીકભાઈ આદમભાઈ લઘાણી રહે.ઢુવા તા.વાંકાનેરવાળાના નામ જણાવતા પોલીસે તે બંને આરોપીઓને ફરાર જાહેર કરીને આઈ-૨૦ કાર તથા ૧૦૦ લીટર દેશી દારૂ સહિત રૂ. ૩.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની ગતિવિધિ શરૂ કરી છે.