મોરબી શહેરના જેલચોકમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાનો નસીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમતા રસુલભાઈ હશનભાઈ અબરામભાઈ સુમરા ઉવ.૪૫ રહે. વીસીપરા ચાર ગોડાઉન પાસે મૂળ રહે. બીલીયા તા.મોરબી વાળાને એ ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફિચર્સના આકડાની જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૧,૧૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.









