વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે માટેલ ગામની સીમમાં જુના પલાસ ગામ જવાના માર્ગે પ્લાસ્ટિકના બચકામાં વિદેશી દારૂ રોયલ સ્ટગની ૧૦ બોટલ કિ.રૂ. ૧૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મહેશ ઉર્ફે મસો ટીડાભાઈ ધેણોજા ઉવ.૩૦ રહે. માટેલ ગામ તા.વાંકાનેર વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









