મોરબીના સામાકાંઠે આવેલ રોજેન્ટા હોટલ નજીક સરણીયા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, રેઇડ દરમિયાન પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ મૂનવોલ્ક વોડકાની ૧૦ નંગ બોટલ કિ.રૂ.૩,૫૬૦/-સાથે આરોપી જયદીપભાઈ ભવાનભાઇ સરણીયા ઉવ.૩૧ની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.