વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીના આધારે નેશનલ હાઇવેની બાજુમાં લીંબાળા ધાર નજીક ખુલ્લા મેદાનમાં રેઇડ કરી કારમાંથી વિદેશી દારૂના ૧૦૯ ચપલા ઝડપી લીધા છે. આ મામલે કાર ચાલકની અટક કરી દારૂ અને કાર સહિત કુલ રૂ.૨.૫૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અનુસંધાને ગઈકાલ તા.૩૧/૦૧ના રોજ પૂર્વ બાતમીના આધારે વાંકાનેર લીંબાળા ધાર વિસ્તારમાં, નેશનલ હાઇવેની બાજુમાં કેનેડી કોમ્પ્લેક્ષ સામે આવેલ ખુલ્લા મેદાનમાં પોલીસ ટીમે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન મારુતિ વેગનઆર કાર રજી. નં.જીજે-૩૬-એએલ-૨૫૫૪ની તલાસી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂના ૧૮૦મીલી.ના કુલ ૧૦૯ ચપલા કિ.રૂ.૮,૭૨૦/- મળી આવ્યા હતા, આ સાથે કાર ચાલક આરોપી રાજદીપસિંહ રઘુરાજસિંહ વાળા ઉવ.૨૫ રહે. ગારીયા ગામ તા.વાંકાનેર વાળાની અટકાયત કરવામાં આવી છે. હાલ વાંકાનેર સીટી પોલીસે કાર તથા દારૂ સહિત રૂ.૨,૫૮,૭૨૦/-જો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો જોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









