મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચંદ્રેશનગર સોસાયટીમાં આવેલ ખોડિયાર પાન નજીકથી વિદેશી દારૂની ૧૧ બોટલ સાથે એક શખ્સની અટક કરી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચંદ્રેશનગરના ખોડિયાર પાન નજીક વિમલનો થેલો લઇ શંકાસ્પદ હાલતમાં ઉભેલ વ્યક્તિ પાસે જઈ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ઓલ સેસન્સ ગોલ્ડ કલેક્શન વ્હિસ્કીની ૧૧ બોટલ કિ.રૂ.૩,૩૦૦/- મળી આવી હતી. આ સાથે આરોપી પિયુષભાઈ પ્રવીણભાઈ બુટાણી ઉવ.૨૮ રહે. હાલ મોરબીના મુનનગર ચોક પાસે આવેલ ચંદ્રેશનગર સોસાયટીમાં મૂળ રહે.અમદાવાદની ઇન્ડિયા કોલોની શેરી નં ૧૪ બ્લોક નં ૬૫ની અટક કરી મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









