પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે પ્લાસ્ટિકની ૧૨ બોટલમાં ભરેલ ૯ લીટર દેશી દારૂ કબ્જે કર્યો.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પૂર્વ બાતમીને આધારે વાંકાનેર ઢુંવા ચોકડી નજીક રામ પ્લાઝા રાજશક્તિ પાર્લરમાં દરોડો પાડી દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકની ૧૨ બોટલ પકડી લેવામાં આવી હતી, આ સાથે આરોપી યુવરાજસિંહ દિગ્વિજયસિંહ સરવૈયા ઉવ.૩૩ રહે. ભયાતી જાંબુડીયા તા.વાંકાનેરવાળાની અટકાયત કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની પૂછપરછમાં દેશી દારૂ આરોપી મહાવીરસિંહ ગનુભા ઝાલા રહે.ભયાતી જાંબુડીયા તા.વાંકાનેર વાળા પાસેથી લઈ આવ્યા હોવાનું જણાવતા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા દેશી દારૂ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી સબબ આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સોંપી આપેલ છે.