Monday, February 24, 2025
HomeGujaratમોરબીના લખધીરપુર રોડ ખાતે બલેનો કારમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલ સાથે એક...

મોરબીના લખધીરપુર રોડ ખાતે બલેનો કારમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલ સાથે એક ઝડપાયો:એકનું નામ ખુલ્યું

મોરબી તાલુકાના લગ્ધીરપુર રોડ સોરીસો ચોકડી પાસેથી બલેનો કારમાંથી ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૨૦ બોટલ સાથે તાલુકા પોલીસે એક આરોપીની અટક કરી હતી, જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સાથે તાલુકા પોલીસે કાર, વિદેશી દારૂ તથા મોબાઇલ સહિત કુલ રૂ.૬.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે. ચારેલ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમી મળેલ કે તાલુકાના લગ્ધીરપુર ગામ બાજુથી એક કાળા કલરની બલેનો કાર રજી નંબર જીજે/૧૩-સીઈ-૪૦૦૩ માં ઈંગ્લીશ દારૂ ભરી મોરબી આવનાર છે જે આધારે લગ્ધીરપુર સોરીસો ચોકડી પાસે વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત બલેનો કાર ત્યાંથી પસાર થતા તેને અટકાવી તેની તલાસી લેવામાં આવી હતી, ત્યારે કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૨૦ નંગ બોટલ કિ.રૂ.૭૪,૪૪૮/- મળી આવતા કાર ચાલક આરોપી હાર્દીકભાઈ રમેશભાઇ પલાણી ઉવ-૨૪ રહે.ચુલી તા.ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી મુન્નાભાઇ ભાલુભાઈ મેવાડા રહે. સોલડી તા.ધ્રાંગધ્રા જી. સુઃનગરનું નામ ખુલતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી તેની અટકાયત કરવા ચક્રો ગતિમસન કર્યા છે, આ સાથે પોલીસે વિદેશી દારૂ, બલેનો કાર તથા એક મોબાઇલ સહિત રૂ. ૬,૮૪,૪૪૮/-નો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!