મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે બેલા(રં) ગામે ખોખરા હનુમાનજી મંદિર રોડ ઉપર તળાવની પાસે રેઇડ કરતા જ્યાં બાવળની કાંટમાં ૧૨૦ લીટર દેશી દારૂ સાથે આરોપી અરૂણભાઇ રતિલાલ શીરોયા ઉવ-૨૨ રહે. શક્તિ પાનની બાજુમાં વીશીપરા મોરબી વાળાની અટક કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીને દારૂ આપનાર આરોપી ઇમરાન ઉર્ફે લાલો મુસાભાઇ કુરેશી રહે.મોરબી-૨ વીશીપરા કુલીનગર-૧ વાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી કુલ રૂ. ૨૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









